ડેસરના રાજપુરા ગામે પુરુષ સિક્યુરિટી ગાર્ડે મહિલા સિક્યોરિટી ગાર્ડની કરી હત્યા

વડોદરા: ડેસરના રાજપુરા ગામે સ્કૂલના કમ્પાઉન્ડમાં મહિલાની હત્યા કરાઈ છે. સિક્યોરિટી ગાર્ડની ફરજ બજાવતી 37 વર્ષની મહિલા રેખાબેન પટેલની હત્યા થઈ છે. કસ્તુરબા ગાંધી વિધાલયમાં પુરુષ સિક્યુરિટી ગાર્ડે મહિલા સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રંગીતભાઈ રાવળ નામના સિક્યુરિટી ગાર્ડે મહિલા ગાર્ડ સાથે બોલાચાલી કરી હત્યા કરી હોવાનું હાલ સામે આવ્યું છે.

આરોપી રંગીત રાવળએ કોદાળીના ઘા રેખાબેનના માથામાં મારી હત્યા કરી હતી. હત્યાનું કરણ હજી અકબંધ છે. ડેસર પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી રંગીત રાવળની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.