માલદીવના રાષ્ટ્રપતિનો સૂર બદલાયો, વડાપ્રધાન મોદીના કર્યા ભારે વખાણ
લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચરમસીમા પર હોય તેવું જોવા મળી રહ્યું હતું. પરંતુ આ તમામ વાત વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ બંને દેશોના સંબંધોના વખાણ કરતા જોવા મળ્યા હતા.
પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં મુઈઝુએ રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેમાં બન્ને દેશો વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો. આ સાથે જ માલદીવની જનતા અને સરકાર વતી ભારતની જનતા અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ભારત માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. વધુમાં કહ્યું કે માલદીવ અને ભારતની મિત્રતા સદીઓ જૂની છે.
આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’
ભારત અને માલદીવ વચ્ચે તણાવ
વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે આ વિવાદ વધવાની સાથે જ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેનું મૂળ કારણ તો એ હતું કે આ વિવાદના કારણે માલદીવની અર્થવ્યવસ્થામાં મોટો ફટકો લાગ્યો હતો.
આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ
પાંચ દિવસની મુલાકાત
બંને દેશો વચ્ચેના આ બાજૂ તણાવ ચાલી રહ્યો હતો અને બીજી બાજૂ માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાતે ગયા હતા. આ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મુઈઝુ સતત ભારતને નિશાન બનાવી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. પરત ફરતાની સાથે જ તેણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે ધમકાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું નથી. જોકે તેમણે આ નિવેદન સીધી ભાષામાં આપ્યું ન હતું. પરંતુ તેમની વાત પરથી ક્લિયર લાગી રહ્યું હતું કે તેઓ ભારતને ટાંકીને કહી રહ્યા છે.