મહેસાણાની ખાનગી કોલેજે માર્કશીટ અટકાવી, 150 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય!

મહેસાણાઃ જિલ્લાની એક ખાનગી કોલેજે 150 વિદ્યાર્થીઓની માર્કશીટ અટકાવી રાખી છે. ગણેશપુરા ગામ ખાતે વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં ચાલતી કોલેજે 150 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે.

વર્ષ 2022માં કોલેજે સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ શરૂ કર્યો હતો. સેનેટરી ઇનસ્પેક્ટરના કોર્ષમાં પ્રવેશ લેનારા વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે. સરકારી નિયમ મુજબ ધોરણ 12 પછી અન્ય કોઈ કોર્ષ કર્યો હોય તો શિષ્યવૃતિ ન મળે. કોલેજ આ હકીકત જાણતી હોવા છતાં પ્રવેશ આપ્યા બાદ હવે શિષ્યવૃતિ નહીં મળતા 150 વિધાર્થીઓની માર્કશીટ દબાવી દીધી છે.

આ મામલે કોલેજના ટ્રસ્ટીનું કહેવું છે કે, અમને ફી મળી નથી માટે માર્કશીટ આપી નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022થી અભ્યાસ કરનારા 150 વિદ્યાર્થીઓની માર્કશીટ કોલેજ આપવા તૈયાર નથી. ત્યારે હવે 150 વિદ્યાર્થીઓને ભણેલું માથે પડ્યું છે.