March 19, 2025

Maha Kumbh 2025: ભ્રામક પોસ્ટ શેર કરનારાઓની હવે ખેર નહીં, 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ દાખલ

Maha Kumbh 2025: પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે. આવી સ્થિતિમાં, મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેને લઇને મહાકુંભ અંગે ભ્રામક પોસ્ટ પોસ્ટ કરનારા 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારના નિર્દેશ હેઠળ, સોશિયલ મીડિયા પર મહાકુંભ સંબંધિત ભ્રામક પોસ્ટ અને અફવા ફેલાવનારાઓની સતત ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહાકુંભ વિશે ભ્રામક પોસ્ટ શેર શેર કરનારાઓની હવે ખેર નહીં
સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન એ વાત સામે આવી કે, આ અફવા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ગાઝીપુર જિલ્લામાં નદીના કિનારે મળી આવેલા મૃતદેહ સાથે સંબંધિત વીડિયોને મહાકુંભ પ્રયાગરાજ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ તરીકે દર્શાવીને ભ્રામક રીતે ફેલાવવામાં આવી રહી છે, કે “એક તરફ મહાકુંભ પ્રયાગરાજનો ડંકો વાગી રહ્યો છે, બીજી તરફ એ જ ગંગામાં મૃતદેહો તરી રહ્યાં છે, દેશમાં જૂઠા, દંભી અને બેશરમ લોકોની સરકાર ચાલી રહી છે.” આ વીડિયોની તપાસ કરતાં જાણવા મળ્યું કે પોસ્ટમાં ઉલ્લેખિત વીડિયો 2021ના કોરોના સમયગાળા દરમિયાન ગાઝીપુર જિલ્લામાં નદી કિનારે મળેલા મૃતદેહ સાથે સંબંધિત છે, જેનું કુંભમેળા પોલીસના ખાતા દ્વારા પણ ખંડન કરવામાં આવ્યું છે.


આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ દાખલ
ઉત્તર પ્રદેશ પોલીસ અને રાજ્ય સરકારની છબી ખરાબ કરવાનો અને સામાન્ય લોકોના મનમાં સરકાર વિરુદ્ધ નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા 07 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ઓળખીને કોતવાલી કુંભ મેળામાં તેમની સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, નીચે આપેલા આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

  • Yadavking000011 (@Yadavking000011) ઇન્સ્ટાગ્રામ
  •  KOMAL YADAV (@komalyadav_lalubadi94) ઇન્સ્ટાગ્રામ
  •  Amar Nath Yadav (amar_ydvkvp_5354_) મેટા થ્રેડ
  • Banwari Lal – Bairwa (@B_L__VERMA) એક્સ (ટ્વિટર)
  •  Kavita Kumari (@KavitaK22628) એક્સ (ટ્વિટર)
  •  Sonu Chaudhary (SonyChaudhary70) એક્સ (ટ્વિટર)
  •  Putul Kumar Kumar (@Puatulkumar9795) યૂટ્યુબ