November 9, 2024

Banaskantha: બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

બનાસકાંઠા: બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા3.5 માપવામાં આવી હતી. વહેલી સવારે ભૂકંપના આંચકાની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર દૂર નોંઘાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી.

બનાસકાંઠામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં સવારે ભૂકંપના આચંકા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા3.5 માપવામાં આવી હતી. વહેલી સવારે ભૂકંપના આંચકાની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર દૂર નોંઘાયું છે.

ગઇકાલે કચ્છમાં અનુભવાયા હતા ભૂકંપના આંચકા

નોંધનીય છે કે ગઇકાલે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. ગઇકાલે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 8:06 કલાકે 4.00ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો તો ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.

સતત ભૂકંપના આંચકાને લઇને કચ્છમાં ડરનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી. મોરબીના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ સમયે કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.