મધદરિયેથી મતદારોએ કહ્યું – ગુજરાતમાં ડેવલપમેન્ટને નહીં પણ મોદીને વોટ…
વિવેક ચુડાસમા, અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી રોરો ફેરી સર્વિસમાં. જ્યાં તેમણે મધદરિયે મુસાફરો સાથે વાતચીત કરી હતી અને તેમનું ઇલેક્શન વિશે શું કહેવું છે તે જાણ્યું હતું.
રોરો ફેરી સર્વિસમાં મુસાફરી કરતા દાસભાઈ જણાવે છે કે, ઇલેક્શનનો બહુ માહોલ જામ્યો છે. ભાજપ સરકાર 26 એ 26 સીટ પર આવશે. ત્રીજીવાર આવશે. ભાજપ જ આવવું જોઈએ. કોંગ્રેસની સરકાર ફેઇલ છે.’ તેમની વાતમાં સૂર પૂરાવતા અન્ય એક મુસાફર જણાવે છે કે, ‘પૂરેપૂરો વિશ્વાસ છે ભાજપ જ આવશે. ભાજપ સિવાય કોઈ આવવું ન જોઈએ. મોદી પર એટલો વિશ્વાસ છે અમને કે આગળ જતા કોઈ કામ પૂરા કરશે તો મોદી સરકાર જ કરશે. આખા ભારતમાં વિશ્વાસ છે અને કોંગ્રેસ વિશે કંઈ કહેવા જેવું જ નથી.’
આ પણ વાંચોઃ ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા
અન્ય એક મુસાફર કિશન ઘોરી જણાવે છે કે, ‘બધી પાર્ટી ઇલેક્શનનો માહોલ બનાવી રહી છે. ગુજરાતમાં 26 સીટ ભાજપની આવશે. NDA 400થી વધશે નહીં. 370-72 પર અટકી જશે. આપણે ખાલી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ભાજપનો માહોલ છે. સાઉથ અને ઇસ્ટમાં ભાજપની લહેર નથી. લોકો એજ્યુકેશન-ડેવલોપમેન્ટને વોટ આપે, પ્રાઇવેટ એજન્સીને વોટ ના આપે. મોદી મોદી કરીને વોટ ના આપવાના હોય. ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થને વોટ આપવાના હોય. જે વ્યક્તિ ડેવલપમેન્ટ કરે, એજ્યુકેશનનું કામ કરે તેને વોટ આપવો જોઈએ. ગુજરાતમાં લોકો ડેવલપમેન્ટને નહીં, મોદીને વોટ આપે છે.’
અન્ય એક ગૃહિણી શબાના ચાઉસ જણાવે છે કે, ‘ઇલેક્શનને લઈને લોકોમાં એક્સાઇટમેન્ટ છે. બ્લાઇન્ડલી બધાને ખબર જ છે મોદી સરકાર જ આવવાની છે. જૂની સરકારે ઘણું સારું કામ કર્યું છે. કમ્પેર કરીએ તો મોદી સરકારે ઘણું ડેવલપ કર્યું છે. ઘણી ફેસિલિટી એમણે છેલ્લા વર્ગ સુધીના લોકોને આપી છે. સરકારની યોજનાઓ જાહેર કરી છે. બધાને ખબર પડે છે કે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.’
આ પણ વાંચોઃ પહેલી લોકસભાના સ્પીકર ગુજરાતી હતા, જાણો તમામ માહિતી
અન્ય એક મુસાફર જીગર ભાનુશાલી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, ‘ગુજરાતમાં તો બીજેપી જ. વન સાઇડ વિક્ટ્રી થશે. બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે, રોડ-રસ્તા… કનેક્ટિવિટી વધી ગઈ છે. તો બીજેપી સરકાર સારું ડેવલપમેન્ટ કરે છે.
અન્ય એક ગૃહિણી નર્મદાબેન જણાવે છે કે, ‘ગૃહિણીના બજેટ પર સરકારની અસર નથી થતી. સરકારનું કામ બહુ સરસ છે. મોદી સાહેબ જ આવવા જોઈએ. ગુજરાતનો નકશો બદલી ગયો છે. દસેક વર્ષ પહેલાં ગુજરાત કેવું હતું. અત્યારે ગુજરાત જોઈએ તો આમ થાય કે સુરત, વલસાડ, અમદાવાદ કેવા સરસ રોડ-રસ્તા, કેટલી સરસ ફેસિલિટી છે. એક જ પક્ષ છે… કમળ જ આવશે. બીજા બધા ડૂબેલા છે, એના વિશે શું બોલવાનું હોય.’