September 20, 2024

Phalodi સટ્ટા બજારઃ બહુમતી BJPના ફાળે, 270-300 બેઠક આવવાનું અનુમાન; કોંગ્રેસના ફાળે 60-63 બેઠકની શક્યતા

અમદાવાદઃ 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે તમામ બેઠક પર એક્ઝિટ પોલ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ સિવાય ભારતમાં સટ્ટા બજાર પણ પરિણામમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે. આવો જોઈએ સટ્ટા બજાર પ્રમાણે કોને ફાળે કેટલી સીટ જાય છે.

કરનાલ સટ્ટા બજાર
એનડીએને 263 બેઠકો મળશે. જ્યારે ભાજપને 235 બેઠકો મળવાની સંભાવના છે. INDIAની કુલ બેઠકોની સંખ્યા 231 છે, જ્યારે કોંગ્રેસને 108 બેઠકો મળી શકે છે.

બેલગામ સટ્ટા બજાર
એનડીએને 265 બેઠકો મળવાની ધારણા છે, INDIAને 230 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 223 અને કોંગ્રેસને 120 બેઠકો મળવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ Exit Poll 2024 LIVE: કોને મળશે કેટલી બેઠક? જુઓ સચોટ એક્ઝિટ પોલ

કોલકાતા સટ્ટા માર્કેટ
એક અંદાજ મુજબ NDAને 261 બેઠકો મળી શકે છે, જ્યારે INDIAને 228 બેઠકો મળી શકે છે. ભાજપને 218 અને કોંગ્રેસને 128 બેઠકો મળવાનો અંદાજ છે.

ઇન્દોર બુલિયન
એનડીએ 283 બેઠકો સાથે આગળ રહેવાનું અનુમાન છે, જ્યારે ભાજપ 260 બેઠકો સાથે આગળ છે. INDIAને 180 બેઠકો મળી શકે છે, કોંગ્રેસ પાર્ટીને 94 બેઠકો મળવાની સંભાવના છે.

અમદાવાદ-ચોખા બજાર
એનડીએને 270 બેઠકો મળશે, જ્યારે ભાજપને 241 બેઠકો મળવાની સંભાવના છે. એક અંદાજ મુજબ INDIAને 193 બેઠકો મળશે જ્યારે કોંગ્રેસ પાર્ટીને 104 બેઠકો મળશે.

સુરત મગોબી
અહીં NDA 282 સીટો સાથે આગળ રહે તેવી શક્યતા છે. 247 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે. INDIAને 186 બેઠકો મળશે અને કોંગ્રેસ પાર્ટીને 96 બેઠકો મળવાની સંભાવના છે.