Lok Sabha Election: બસપાના સાંસદો પર અન્ય પાર્ટીઓની નજર
UP Politics: ઉત્તર પ્રદેશ (UP)માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા નેતાઓએ પાર્ટી છોડીને અન્ય પાર્ટીઓ સાથે હાથ મિલાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર રાજ્યના અન્ય રાજકીય પક્ષો બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદો પર નજર રાખી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટિકિટની ખાતરી થયા બાદ જ કેટલાક નેતાઓ માયાવતીનો સાથ છોડી દેશે.
આ યાદીમાં પશ્ચિમથી લઈને પૂર્વાંચલ સુધીના સાંસદોનો સમાવેશ થાય છે. હાલમાં 3 સાંસદો અન્ય પક્ષોમાં જોડાશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ત્રણેય સાંસદો ભારતીય જનતા પાર્ટી (BJP) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ટોચના નેતાઓને પણ મળ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને અફઝલ અંસારીને ગાઝીપુરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. અંસારીએ 2019ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા.
કોંગ્રેસ સાથે દાનિશ ખાન
ત્યારબાદ વર્ષ 2023ના અંતમાં તેમણે તેમનું સભ્યપદ ગુમાવ્યું હતુ અને કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપ્યા બાદ તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. આ સિવાય સંગીતા આઝાદને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. માહિતી અનુસાર સંગીતા પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ સાથેની મુલાકાત બાદ સંગીતા ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઇ છે. બીજી બાજુ બસપામાંથી હાંકી કાઢવામાં આવેલા સાંસદ દાનિશ ખાન પહેલાથી જ કોંગ્રેસ પાર્ટી સાથે જોવા મળી રહ્યા છે.
માહિતી અનુસાર આગામી દિવસોમાં પાર્ટીના વધુ કેટલાક સાંસદોના નામ સામે આવે તેવી સંભાવના છે. જો કે, અન્ય વિવિધ પાર્ટીઓ સાથે તેમની વાતચીત હજુ સુધી નક્કી થઈ નથી અને તેથી સાંસદો ખુલ્લેઆમ આગળ આવી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં બસપાએ દસ સીટો જીતી હતી. જેમાં અફઝલ અંસારી હાલ સપા સાથે છે અને દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.