December 11, 2024

એલ્વિશ યાદવ પાસે છે કરોડોની કિંમતનું કાર કલેક્શન!

હરિયાણા: એલ્વિશ યાદવની ચર્ચા ચારે બાજૂ થઈ રહી રહી છે. એલ્વિશ યાદવ સતત ચર્ચામાં રહે છે. કારણ જે પણ હોય પણ તેવો ટ્રેન્ડમાં હોય છે. ફરી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે જેમાં તેમણે એક યુટ્યુબર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પરંતું શુ તમને ખબર છે કે એલ્વિશ યાદવ પોતાના શોખના કારણે પણ જાણીતા છે. તેમની પાસે છે કરોડોની કિંમતનું તેમનું કાર કલેક્શન છે.

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)

જીવનશૈલી માટે પ્રખ્યાત
ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ પોતાની જીવનશૈલીના કારણે સતત ચર્ચામાં રહે છે. તેમની પાસે કરોડો રુપિયાની કાર નહી પણ કરોડો રુપિયાની કારના કલેક્શન છે. બિગ બોસ ઓટીટી 2 ની ટ્રોફી જીત્યા પછી સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. આ પહેલા તે અનેક વાર તે રેવ પાર્ટીઓ અને સાપના ઝેરની સપ્લાય સંબંધિત કેસની સંડોવણી કરવામાં આવી છે. તેઓ હરિયાણાના આ પ્રખ્યાત યુટ્યુબર છે.

પોર્શ 718 બોક્સસ્ટર
એલ્વિશના કાર કલેક્શન વિશે વાત કરવામાં આવે તો તેમની પાસે પોર્શ 718 બોક્સસ્ટર કાર છે. તમને જણાવી દઈએ કે આ કારની અંદર 3 એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેમની પાસે જે કાર કલેક્શન છે તેમાંથી આ કાર સૌથી મોંઘી કાર છે. આ કારની કિંમત અંદાજે 1.5-1.7 કરોડ રૂપિયાની વચ્ચે છે.

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)

આ મર્સિડીઝ કાર
એલ્વિશે મર્સિડીઝ-બેન્ઝ E53 AMG કેબ્રિઓલેટ ખરીદવામાં ભારે ખર્ચ કર્યો છે. આ લક્ઝરી કારની કિંમત લગભગ 1.30 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ મર્સિડીઝ કાર 6 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનના પાવર સાથે આવે છે. આ કાર જર્મન બ્રાન્ડની E ક્લાસ સીરીઝ પર આધારિત છે, પરંતુ તેનો લુક સ્પોર્ટી જોવા મળે છે.

ટોયોટા ફોર્ચ્યુનર લિજેન્ડર
એલ્વિશ યાદવના કાર કલેક્શનમાં કાફલામાં ટોયોટાની પાવરફુલ SUV ફોર્ચ્યુનર લિજેન્ડર પણ છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો 4×2 AT મોડલ માટે 43.66 લાખ રૂપિયા અને 4×4 AT મોડલ માટે 47.64 લાખ રૂપિયા છે. મહત્વની વાત એ છે કે આ SUVમાં 2.8 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે પાવર ટ્રાન્સમિશન માટે ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

હ્યુન્ડાઇ વર્ના
મોંઘી કારના શોખીન એલ્વિશ યાદવની કારની લીસ્ટમાં હ્યુન્ડાઇ વર્ના પણ આવે છે. તેની કિંમતની વાત કરવામાં આવે તો 11 લાખથી રૂપિયા 17.41 લાખ સુધીની છે. આ તમામ કાર એલ્વિશ યાદવ પાસે છે. જોકે આ સિવાય પણ તેમના શોખ જોરદાર છે. જેના કારણે પણ તેઓ ચર્ચામાં આવે છે.