October 13, 2024

તમારી પાસે કાર છે? તો આ સમાચાર જરૂર વાંચો

નવી દિલ્હી: જે લોકો પાસે કાર છે. એ બધા પાસે FASTag તો હોય જ. આ તમામ કાડ ધારકોએ તેમના ફાસ્ટેગનું KYC વેરિફાય કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ FASTagનું KYC અપડેટ હજુ સુધી ન કરાવ્યું હોય તો આજે તેનો છેલ્લો દિવસ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની જાહેરાત મુજબ 31 જાન્યુઆરી, 2024 ના રોજ બેંકો તે FASTags બંધ કરશે જેમની KYC પૂર્ણ થઈ નથી.

NHAI એ આ વાત પર ભાર મૂકે છે કે તમામ FASTag વપરાશકર્તાઓએ આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ના નિયમો અનુસાર તેમની KYC પૂર્ણ કરવી જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ “એક વાહન, એક FASTag” પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ ટોલ વસૂલાત કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા અને સુધારવાનો છે. FASTagએ એક નાનું ઇલેક્ટ્રોનિક ટેગ છે. જે વાહનની વિન્ડશિલ્ડ પર મૂકવામાં આવે છે. જે ટોલ પ્લાઝા પર રોકાયા વિના ટોલ ચૂકવણીની મંજૂરી આપે છે. જો તમે હજુ સુધી તમારા FASTagનું KYC અપડેટ કર્યું નથી. તો ચેતી જજો.

FASTagમાં KYC અપડેટ કરવાની પ્રક્રિયા
– સત્તાવાર FASTag વેબસાઇટ ખોલો: https://fastag.ihmcl.com
– તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરો. જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે OTP વડે લૉગિન કરી શકો છો.
– ડેશબોર્ડ મેનૂ પર જાઓ અને ડાબી બાજુથી “માય પ્રોફાઈલ” પસંદ કરો.
– હવે પ્રોફાઇલ પેજ ખુલશે. જેમાં તમારું KYC સ્ટેટસ અને રજીસ્ટ્રેશન દરમિયાન આપવામાં આવેલી માહિતી દેખાશે.
– જો KYC ન થયું હોય તો “પ્રોફાઈલ” ની બાજુમાં “KYC” વિભાગ જુઓ.
– KYC વિભાગ પર જાઓ અને તમારો ગ્રાહક પ્રકાર (વ્યક્તિગત/કોર્પોરેટ) પસંદ કરો.
– જરૂરી માહિતી ભરો, જેમ કે ઓળખ અને સરનામાનો પુરાવો (આધાર, PAN, લાઇસન્સ વગેરે) અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
– સબમિટ કરતા પહેલા ડિક્લેરેશન બોક્સને ચેક કરો.
– KYC વેરિફિકેશન માટે જરૂરી માહિતી આપીને પ્રક્રિયા પૂર્ણ કરો.

કયા દસ્તાવેજોની જરૂર છે?
– વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
– આધાર કાર્ડ
– પાન કાર્ડ
– પાસપોર્ટ સાઇઝનો ફોટો

FASTag શું છે?
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. જે હાઇવે ટોલ પ્લાઝા પર ટોલ ચુકવણીની પ્રક્રિયાને સરળ બનાવે છે. આ એક નાનો ટેગ છે. જે તમારી કારની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે. ફાસ્ટેગ તમારા બેંક એકાઉન્ટ અથવા પ્રીપેડ કાર્ડ સાથે લિંક થયેલ છે.