February 17, 2025

લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો

Paris Olympics 2024: લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો છે. લક્ષ્ય ઓલિમ્પિકના ઈતિહાસમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. હવે લક્ષ્ય મેડલ મેળવવાથી માત્ર એક પગલું દૂર છે.

લક્ષ્ય સેને બીજી ગેમ જીતી હતી
લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કર્યું અને બીજી ગેમ જીતી લીધી હતી. જેમાં 21-15થી જીત મેળવી હતી. જોકે ક્વાર્ટર ફાઈનલ મેચ 1-1 થી ટાઈ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, લક્ષ્ય સેનને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચની પ્રથમ ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચૌ ટીન ચેને આગળ નીકળી ગયો હતો. તેઓએ પ્રથમ ગેમ 21-19થી જીતી હતી.