હિસ્ટ્રીશીટર આરોપીઓના અતિક્રમણ પર કચ્છ પોલીસનું બુલડોઝર ચાલ્યું

નિતીન ગરવા, કચ્છ: કચ્છના રાપરમાં હિસ્ટ્રી શીટર આરોપીઓના અતિક્રમણ પર પૂર્વ કચ્છ પોલીસ નું બુલડોઝર ચાલ્યું હતું. આ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીનમાં પાકી પાંચ દુકાનો બનાવી ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો હતો.
પોલીસે કચ્છના રાપર નગાસર તળાવની સામે એચ.પી. પેટ્રોલપંપની બાજુમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીઓ તો તેમાં શરીર સબંધી મારામારી અને એટ્રોશીટી જેવા ગુનામાં સંડોવાયેલા હતા.
આરોપીઓના નામ
- પ્રભુભાઈ રામજીભાઈ પીરાણા
- દિનેશભાઈ રામજીભાઈ પીરાણા
- રાજુભાઈ રામજીભાઈ પીરાણા
- રામજીભાઈ રૂપાભાઈ પીરાણા