ભુજના મોખાણા ગામે ગેમમાં હારી જતા કિશોરનો આપઘાત, ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

કચ્છઃ ભુજ તાલુકાના મોખાણા ગામે કિશોરના મોતનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે છે. 17 વર્ષીય કિશોરે મોબાઈલ ગેમમાં હારી જતા આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. કાર્તિક મેરિયાનું ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ખેતરમાં નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી કિશોરની સારવાર ચાલી હતી. સારવાર ચાલ્યા બાદ 8 જાન્યુઆરીએ કિશોરનું મોત નીપજ્યું હતું. હતભાગી કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમો છે. જો કે, કઈ ગેમમાં હારી જતા તેણે અંતિમ પગલું ભર્યું છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે.