October 7, 2024

હવામાન વિભાગ દ્વારા કરાતી કલર કોડની આગાહીનો મતલબ શું હોય છે, જાણો?

IMD Alert Meaning: ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે તમે ઘણી વખત જોયું હશે કે ભારતીય હવામાન વિભાગ કલર કોડ દ્વારા હવામાનની આગાહી આપે છે, જેમ કે યલો એલર્ટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ શું તમે જાણો છો કે, હવામાન વિભાગ દ્વારા કલર કોડ દ્વારા અપાતી આગાહીનો મતલબ શું હોય છે.

યલો એલર્ટ એટલે શું?
હવામાન વિભાગ દ્વારા આગામી ખરાબ હવામાન અંગે જાણકારી આપવા માટે યલો એલર્ટ આપવામાં આવે છે. એક રીતે આ એક ખતરાની ઘંટડી છે. આ જસ્ટ વોચનો સંકેત છે એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં અલબત્ત કોઈ ખતરો નથી પરંતુ કોઈપણ સમયે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે તેના માટે તૈયાર રહો.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના આગમન પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું

ઓરેન્જ એલર્ટ એટલે શું?
ઓરેન્જ એલર્ટ એ યલો એલર્ટ કરતા એક ડગલું આગળની સ્થિતિ છે. મતલબ કે ખતરાએ દસ્તક આપી દીધી છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ખતરનાક હવામાન પરિસ્થિતિઓ કોઈપણ સમયે તમારા માર્ગ પર આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરવી જોઈએ. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવે છે અને લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા માટે કહેવામાં આવે છે.

રેડ એલર્ટ
જ્યારે ખરાબ હવામાનના કારણે નુકસાન થવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાન પરિસ્થિતિઓની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તેઓ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરે. ચોમાસાની ઋતુમાં રેડ એલર્ટ એટલે પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકાર ન રહેવું જોઈએ. આવી સ્થિતિમાં તે હવામાનના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ગ્રીન એલર્ટ
ગ્રીન એલર્ટનનો સીધો અર્થ એ છે કે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે અને ગભરાવાની જરૂર નથી. તમારે તમારી જાતને સુરક્ષિત સમજવી જોઈએ.