December 13, 2024

દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ

નવી દિલ્હી: વરસાદે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની સંસ્થા (IMD) એ ગુરુવારે વરસાદની આગાહીમાં કહ્યું છે કે દિલ્હી-NCRએક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહશે. વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા મોટે ભાગે મોડી રાત્રે અથવા વહેલી સવારે આવશે. જે બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. સવારે અને બપોરના સમયે વરસાદમાં થોડો વિરામ રહેવાની શક્યતા રહેશે. ગુરુવારે પણ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જો આપણે બિહારની વાત કરીએ તો આજે પણ અહીં હળવા વરસાદની સંભાવના છે.

IMDએ કહ્યું કે દિલ્હી અને NCRમાં વધુ ભારે વરસાદની અપેક્ષા છે. જે આવતા સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહી શકે છે. ગુરુવારે સવારે દિલ્હી સહિત NCRના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બુધવારે દિલ્હીના સફદરજંગ વેધશાળામાં 27 મીમી અને પાલમ એરપોર્ટ પર 18 મીમી વરસાદ નોંધાયો હતો. નોઈડા (ગૌતમ બુદ્ધ નગર) માં સવારે 8.30 વાગ્યા સુધી 28.5 મીમી વરસાદ માપવામાં આવ્યો હતો.

વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગે કહ્યું કે 27 અને 29 જુલાઈ વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન દિલ્હી એનસીઆરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેશે. રાત્રી અને સવારના સમયે હવામાન સારુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: સોમનાથ નેશનલ હાઈવે પર ST બસને નડ્યો અકસ્માત, બસ કંડક્ટરનું મોત

ગુજરાતમાં પૂરની તબાહી
પશ્ચિમ કિનારા પર છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ યથાવત છે. IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ સ્થળોએ ભારે વરસાદ
મધ્યપ્રદેશ, ઓડિશા, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને પહાડો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તો આજે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠવાડા, કેરળ, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.