December 13, 2024

રાહુલે 38 રન બનાવીને સુરેશ રૈનાને પાછળ છોડી દીધો, રહાણેને પછાડવા બનાવવા પડશે આટલા રન

India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાણી હતી. જેમાં ટીમ ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી મેચમાં રાહુલ મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો ના હતો. તેણે પહેલા દાવમાં 16 અને બીજા દાવમાં 22 રન બનાવ્યા હતા. આ રીતે બંને મેચ થઈને તેણે 38 રન બનાવ્યા હતા. આવું કરતાની સાથે તેણે એક ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન કર્યા પૂરા
કેએલ રાહુલે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં 38 રન બનાવતાની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કર્યા હતા. તેના નામ હવે 8017 રન છે. આટલા રન બનાવતાની સાથે તેણે સુરેશ રૈનાને પણ પાછળ છોડી દીધો હતો. રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રનની વાત કરવામાં આવે તો તેણે 7988 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 17મો ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34357 રન નોંધાયેલા છે.

આ પણ વાંચો: રિષભ પંતનું 638 દિવસ બાદ પુનરાગમન, તોડ્યો ‘ગબ્બર’નો રેકોર્ડ

અજિંક્ય રહાણેનો રેકોર્ડ
કેએલ રાહુલે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 50 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 2863 રન અને 77 વનડે મેચોમાં 2851 રન અને 72 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 2265 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે કુલ 17 સદી નોંધાયેલી છે. અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 195 મેચ રમી છે. તેમાં 8414 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે તે કેએલ રાહુલ તેનાથી 397 પાછળ છે. તે એટલા રન બનાવશે તો અજિંક્ય રહાણેનો પણ રેકોર્ડ તોડી નાખશે.