October 13, 2024

KKRએ ભવ્ય જીત સાથે પોઈન્ટ ટેબલની આખી રમત બદલી નાખી

IPL 2024: ગઈ કાલની મેચ બાદ IPL 2024 ના પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. IPL 2024 ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેસનું આયોજન વિશાખાપટ્ટનમમાં કરાયું હતું, જે દિલ્હીનું હોમ ગ્રાઉન્ડ છે. પરંતુ અફસોસ દિલ્હીની ટીમને ઘર આંગણ શરમજનક હાર થઈ છે. પરંતુ કાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે પોઈન્ટ ટેબલમાં ઘણો ફાયદો કર્યો છે.

KKRને જોરદાર ફાયદો
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હીની ટીમને હાર અપાવીને ત્રીજી મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. જેના કારણે KKR ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ છે. આ સ્કોરના કારણે તે ટેબલના પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. આ મેચ પહેલા તે બીજા સ્થાન પર હતી. KKRનો નેટ રન રેટ રાજસ્થાન રોયલ્સ કરતા સારો છે. આ પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પણ ટોપ-4માં યથાવત છે.

આ પણ વાંચો:  રિષભ પંત પર મોટી કાર્યવાહી, BCCI એ 24 લાખનો દંડ ફટકાર્યો

દિલ્હી કેપિટલ્સને ભારે નુકસાન
આ મેચમાં દિલ્હી કેપિટલ્સની હાર થતાની સાથએ તે પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં દિલ્હી કેપિટલ્સે 4 મેચ રમી છે અને માત્ર 1 મેચ જીતી છે. ગઈ કાલની મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમને હાર મળી જેના કારણે તેનો હારનો ફાયદો RCB અને પંજાબની ટીમને થયો છે. જોકે આ બંને ટીમ એક સ્થાન આગળ વધી રહી છે. હવે જોવાનું રહ્યું કે કંઈ ટીમ આગળ રહે છે.

એક તરફી જીતી
KKR એ મેચ એકતરફી રીતે મેચ જીતી છે. આ મેચમાં KKRના બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યુ હતું. એવું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું કે દિલ્હીની ટીમના ખેલાડીઓ તો ચોંકી ગયા પરંતુ KKRની ટીમના ખુદના ખેલાડીઓ ચોંકી ગયા હતા. KKR માટે ટોસ જીતી ને પ્રથમ બેટિંગ કરી હતી. મહત્વની વાત એ છે કે KKR ટીમે 272 રન બનાવ્યા, જે IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે.