KKR એ રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું, ક્વિન્ટન ડી કોકે 97 રન ફટકાર્યા

RR vs KKR: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની છઠ્ઠી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ 8 વિકેટથી જીતીને, KKR ટીમે આ સિઝનમાં જીતનું ખાતું ખોલવામાં પણ સફળતા મેળવી છે. KKR ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં ફક્ત 151 રન બનાવી શક્યું. રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલે 33 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 29 રન બનાવ્યા હતા. બીજી બાજુ KKR તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી જ્યારે સ્પેન્સર જોહ્ન્સન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યા. જવાબમાં, KKR ના ક્વિન્ટન ડી કોકે 97 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમી, જેના કારણે તે આ મેચમાં પોતાની ટીમને એકતરફી વિજય અપાવવામાં સફળ રહ્યો. ડી કોકે પોતાની ઇનિંગ દરમિયાન 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

KKR એ પોતાનું જીતનું ખાતું ખોલ્યું
KKR ટીમ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહી. આ મેચમાં KKR ટીમને 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 2 વિકેટના નુકસાને 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો, જેમાં ક્વિન્ટન ડી કોકના બેટથી 97 રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી.

KKR એ 17 ઓવરમાં 134 રન બનાવ્યા
152 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી KKR ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોક 81 અને અંગક્રુશ રઘુવંશી 22 રન પર બેટિંગ કરી રહ્યા છે. હવે KKRને જીતવા માટે 18 બોલમાં વધુ 17 રન બનાવવાના હતા.

KKR ટીમ સ્ક્વોડ
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, અંગક્રુશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, એનરિક નોરખિયા, મનીષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, લવનીથ સિસોદિયા, ચેતન સાકરિયા, રહેમાનુલ્લાહ ગુરબાઝ, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મોઈન અલી.

રાજસ્થાન રોયલ્સ ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષ્ણા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી, સંજુ સેમસન, કુણાલ સિંહ રાઠોડ, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, ક્વેના મફાકા, વાનિન્દુ હસરંગા, યુદ્ધવીર સિંહ ચરક, અશોક શર્મા, વૈભવ સૂર્યવંશી.