December 14, 2024

કરોડો ખેડૂતોને સરકારે આપી આ નવા વર્ષની ભેટ

Kisan Credit Card: RBIએ ખેડૂતોને ભેટ આપી છે. જેમાં ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર લોન લઈ શકે છે. કે 1 જાન્યુઆરી, 2025 થી કોઈ પણ પ્રકારની ગેરંટી વગર ખેડૂતો 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં સરકારી એરલાઇનની હાલત થઈ ખરાબ, 17 પ્લેન પૈસાની અછતને કારણે કરાયા બંધ

કરોડો ખેડૂતોને ફાયદો થશે
કૃષિ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ખેડૂતો માટે ક્રેડિટ એક્સેસ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવું કરવાથી નાના ખેડૂતોથી લઈને સીમાંત ખેડૂતોને પણ ફાયદો થશે. આરબીઆઈએ લીધેલા આ નિર્ણય પછી ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. કરોડો ખેડૂતોને તેનો લાભ મળશે. તેની સાથે સરકાર તરફથી ખેડૂતોને ખાતામાં 2 હજાર રુપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પણ આપવામાં આવે છે.