October 11, 2024

સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકનારા બે સામે ફરિયાદ, 100 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ

ખેડાઃ જિલ્લાના કઠલાલમાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકવા મામલે પોસ્ટ મૂકનારા બે ઈસમો વિરુદ્ધ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાવવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર હુમલો થયો હતો. ફરીયાદીની કારનાં કાચ તોડી નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. ફરિયાદી પોતાના પર હુમલો થતાં જીવ બચાવી કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલામાં મહુધા પોલીસે 100 વ્યક્તિનાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય રાજેશભાઈ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી.