September 20, 2024

જૂનાગઢમાં ભારે વરસાદથી મેઘમહેર, ચારેબાજુ પાણી-પાણી

જૂનાગઢઃ રાજ્યમાં મેઘરાજા ચારે બાજુથી મેઘ મહેર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

માણાવદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન પર અસર કરી છે. તો જૂનાગઢના માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરો પણ પાણી પાણી થયા છે. તો નદી નાળાઓમાં પુરની સ્થિતિ જોવા મળી છે.

જૂનાગઢ – છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસાદની સ્થિતિ
જૂનાગઢ – 4.24 ઈંચ
માણાવદર – 8.4 ઈંચ
વંથલી – 6.16 ઈંચ
ભેંસાણ – 4.44 ઈંચ
વિસાવદર – 4.12 ઈંચ
મેંદરડા – 5.12 ઈંચ
કેશોદ – 2.8 ઈંચ
માંગરોળ – 1.2 ઈંચ
માળીયા – 2.2 ઈંચ