November 11, 2024

જૂનાગઢમાં ભાદરવો ભરપૂર, ઘેડ પાણી-પાણી; ડેમોના દરવાજા ખોલ્યાં

જૂનાગઢઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારના અંતરિયાળ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જૂનાગઢમાં અને વિસાવદરમાં ભારે વરસાદના કરાણે ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોમાં પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

ઓઝત-2 બાદલપુર ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યાં છે. ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલીના ખોરાસા નજીક આવેલા સાબલી ડેમના 7 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કેશોદથી માણાવદર જતાં રસ્તે પાણી ભરાયાં છે. દૈનિક અવરજવર કરતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે.