ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષા , 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Gujarat: ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
નોંધનીય છે કે, આજે એટલે કે 18 મે, 2025 અને રવિવારના દિવસે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 9થી 12 સુધી અને બીજું પેપર બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી છે. બંને પેપરની વચ્ચે ઉમેદવારોને લંચ માટે અઢી કલાકનો બ્રેક મળશે. ગુજરાતમાં 10,000 ઉમેદવારની પરીક્ષા આપવાના છે. માહિતી પ્રમાણે કુલ 17,000 સીટ સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા છે.
આ પણ વાંચો: લોન્ચના ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું EOS-09, ISRO એ કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ