March 19, 2025

જેતપુરમાં જયેશ રાદડિયાએ ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો, ચૂંટણી પ્રચારનો આજે છેલ્લા દિવસ

જેતપુર: રાજકોટ જેતપુરમાં નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપ પણ 42 સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હતો.

જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરસોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. સાથે ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે. આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક કરીને પ્રચાર કર્યો હતો.

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, જેતપુર શહેર એ ભાજપનો ગઢ રહ્યો છે, સાથે દરેક ચૂંટણીમાં મતદારોએ લીડ આપી છે. ત્યારે પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને ફરીવાર ભાજપ સત્તા ઉપર આવશે. સાથે લોકોનો પ્રેમ સહકાર કાયમી ભાજપ સાથે છે આપ અને કોંગ્રેસનું ખાતુ પણ નહીં ખુલે. અમે લોકોની વચ્ચે રહેતા હોવાથી ફરી ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત ધારાસભ્યએ કર્યો છે. ત્યારે મતદારો કોના ઉપર કળસ ઢોરે છે તે જોવું રહ્યું.