September 11, 2024

ધ્રોલમાં 748 હિંદુઓનો કલેક્ટરને પત્ર – મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મંજૂરી આપો!

જામનગરઃ જિલ્લામાં વધુ એક ધાર્મિક વિવાદ ઉભો થયો છે. ધ્રોલના 748 હિંદુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માગી છે. કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી તમામ હિંદુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માગી છે.

આ તમામ હિંદુઓએ આક્ષેપ કર્યો છે કે, ‘સરકારી બાબુઓ અને નેતાઓ કામ નથી કરતા. હિન્દુઓની ચિંતા અને સમસ્યાઓ વધી છતાં નિરાકરણ કરવામાં આવતું નથી.’

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 2.5 ઇંચ

તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ‘જ્યારથી હિંદુઓની સરકાર આવી છે. ત્યારથી હિંદુઓની ચિંતાઓ વધી ગઈ છે. હિંદુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ કરતું નથી. હિંદુઓની સરકારથી એટલા કંટાળી ગયા છીએ કે, નાછુટકે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે.’

આ પણ વાંચોઃ ભોગાવો નદી પર નવો બ્રિજ ન બનતા વિદ્યાર્થીઓ સહિત 10 ગામના લોકોને હાલાકી

આ ઘટનાની જાણ થતા જ ધ્રોલ હિંદુ સેનાના પ્રમુખ દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમજાવ્યા હતા. હિંદુ સેનાના પ્રમુખે નિરાકરણ માટે અધિકારીઓને રજૂઆત કરી હતી.