December 11, 2024

રણજી ટ્રોફી નહીં રમનારા ખેલાડીઓને જય શાહની ‘ચેતવણી’

અમદાવાદ: ક્રિકેટ જગતમાં એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે BCCIએ એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ ઈજાગ્રસ્ત નથી તેઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ જય શાહે વિરાટના ઈંગ્લેન્ડ શ્રેણીમાં નહીં રમવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું છે.

જય શાહનું મોટું નિવેદન
જય શાહનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કહ્યું કે ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવા માટે પત્ર લખશે. આ માટે તમામ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. વધુમાં કહ્યું છે કે જો તમારો કોચ તમને રમવાની સૂચના આપે છે તો તમારે તેને પાલન કરવાનું રહેશે. તમે તેનો ઈનકાર કરી શકશો નહીં. આ વાત તમામ ખેલાડીઓ માટે છે જે ફિટ છે.

વિશ્વાસ રાખવો જોઈએ
જય શાહે કહ્યું કે જ્યારે ખેલાડીઓને અંગત કારણોસર રજાની જરૂર હોય ત્યારે તેમને સમર્થન આપવું જરૂરી બને છે. વિરાટ કોહલીના કિસ્સામાં તેમણે કહ્યું કે 15 વર્ષ પછી પોતાના માટે અને અંગત કારણથી કોઈ રજા માંગે છે તો તેને રજા મળવાનો અધિકાર છે. વિરાટની વાત કરતા તેમણે કહ્યું કે તે એવો ખેલાડી નથી કે કોઈ કારણ વગર રજાઓ માંગે. આપણે તમામ ખેલાડી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.

રવિન્દ્ર જાડેજાનું નિવેદન
ત્રીજી ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ટીમ વિશે તેઓ તેમને સૌથી મુશ્કેલ ટીમોમાંથી એક નહીં કહે. અન્ય ટીમો માટે ભારતમાં આવીને જીત મેળવવી સરળ કામ નથી. હૈદરાબાદ ટેસ્ટ મેચને યાદ કરતા તેમણે કહ્યું કે જો અમે બીજી ઇનિંગમાં જો અમે નાની ભૂલો ન કરી હોત તો અમે હાર્યા ન હોત. ટેસ્ટ ક્રિકેટમાં શક્ય તેટલી સરળ બોલિંગ કરવાનું સહેલું રહેશે. કારણ કે તેમના બેટ્સમેન દરેક તક પર શોટ રમવાનો પ્રયાસ કરશે. આપણે તેના માટે પ્લાન કરીશું. જેના કારણે આપણને સફળતા મળશે.