‘PM મોદી માત્ર નીતિઓ જ નથી બનાવતા તેનો અમલ પણ કરે છે’, ઈસરોના વડાએ PM મોદીની કરી પ્રશંસા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ભારતના સ્પેસ સેક્ટરને મજબૂત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે, સોમનાથે અવકાશ ક્ષેત્રને આગળ વધારવાની દિશામાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા તાજેતરના નીતિ સુધારાઓની પ્રશંસા કરી હતી.
ઈસરોના વડાએ કહ્યું કે પીએમ મોદીએ ભારતના અવકાશ ક્ષેત્રમાં ઘણી મોટી નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે,’વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ સ્પેસ સેક્ટરમાં માત્ર નવી નીતિઓ જ નથી બનાવી પરંતુ તેનો અમલ પણ કર્યો છે.
‘સ્પેસ સેક્ટરમાં ખાનગી ભાગીદારી વધશે’
ઈસરોના વડાએ કહ્યું,’સ્પેસ સેક્ટરમાં સુધારા પછી અમે સ્પેસ પોલિસી પર કામ કરી રહ્યા હતા. આ નવી નીતિ અવકાશ વિભાગ, ISRO અને NewSpace India Limited (NSIL) ની ભૂમિકાઓ અને જવાબદારીઓને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે, જે અવકાશ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારશે.’
તેમણે કહ્યું કે ‘એક વિદેશી પ્રત્યક્ષ રોકાણ નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાનગી રોકાણ અથવા અવકાશ ક્ષેત્રમાં વિદેશી રોકાણને અમુક નિયંત્રણો અને નિયમો સાથે મંજૂરી આપવામાં આવી છે, જે અગાઉ શક્ય નહોતું.