December 5, 2024

‘આ બાઇટિંગનો માલ છે’, પરશોત્તમ રૂપાલાનો વધુ એક વીડિયો વાઇરલ

Amreli: આજથી મગફળીના ટેકાના ભાવની ખરીદીનો પ્રાંરભ થયો છે. અમરેલીના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમરેલી માર્કેટયાર્ડમાં રાજકોટ સાંસદ પરશોત્તમ રૂપાલાએ ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે યાર્ડમાં ફરી મગફળીનું નિરિક્ષણ પણ કર્યું. એક વેપારીને ત્યાં મગફળીને હાથમા લીધી, તો વેપારીએ કહ્યું ‘આ 20 નંબરની મગફળી છે’, તો રૂપાલા તરત બોલી ઉઠ્યા, ‘આ બાઈટિંગનો માલ ને?’ આ વાક્ય સાંભાળી આસપાસ ઉભેલા નેતાઓ અને લોકો ખડખડાટ હસી પડ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ભારે વાઈરલ થયો છે. આ સમયે દિલીપ સંઘાણી અને સાંસદ પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમરેલી માર્કેટયાર્ડમાં દિલીપ સંઘાણી, ઉપદંડક કૌશિક વેકરિયા અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ હાજર હતા. ઘટનાનો વીડિયો વાઈરલ થતા લોકોએ ભરપૂર કોમેન્ટો કરી પ્રતિક્રિયાઓ આપી છે.

ખેડુતોની ભાવની સમસ્યા છે
રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અમરેલીના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી સમયે હાજર રહ્યા હતા. મગફળીની ખરીદી કરીને વહેંચવી નહી. તેનું તેલ કાઢો અને પછી વેચો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ સહકારી મંડળીઓ ભેગી થઈને મગફળીની ખરીદી કરીને આ માલ કોઈને નો આપો એવું જો કઈ કરી શકાય તે અંગે વિચાર કરો
રૂપાલાએ કહ્યું કે નો થાય તો ટ્રાયલ કરી જુઓ તેની માટે પ્રયાસ કરવો જરૂરી છે. જો આવું કરશો તો આપણા ખેડૂતોની જે ભાવની સમસ્યા છે તે દૂર થશે.

ખેડૂતોને છે ભાવની સમસ્યા
મહા મહેનત કરીને ખેડૂતો મગફળી ઘરે લાવે છે. છેવટે ખેડૂતોને ટેકાનો ભાવ મળતો નથી. કેટલી વખત ખેડૂતોએ સરકારને રજૂઆત કરી છે. પરંતુ એમ છતાં આ વાતનું કોઈ નિવારણ આવ્યું નથી. થોડા જ દિવસ પહેલા વરસાદના કારણે ખેડૂતો તૈયાર માલ બગડી ગયો હતો. જેના કારણે ખેડૂતોને તો એક બાજૂ ભાવ નથી મળતા તો બીજી બાજૂ સારો પાક હોય તો પાકના ભાવ મળી રહ્યા નથી.