December 9, 2024

ભારત રત્ન આપવામાં નિયમ તૂટ્યો છે?

Bharat Ratna Awards: 2024માં મોદી સરકારે એક સાથે પાંચ હસ્તીઓનું ભારત રત્નથી સન્માન કરીને વિક્રમ રચ્યો છે. પાંચ હસ્તીની પસંદગીથી મોટો સવાલ થઈ રહ્યો છે કે શું એનાથી મોદી સરકારે કોઈ નિયમ તોડ્યો છે? કેમ કે, ગૃહ મંત્રાલયના નિયમ પ્રમાણે એક વર્ષમાં મહત્તમ ત્રણ ભારત રત્ન આપી શકાય, પણ મોદી સરકારે ૨૦૨૪માં જ પહેલાં લાલકૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુર બાદ આજે ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામિનાથનની પણ ભારતરત્ન માટે પસંદગીની જાહેરાત કરી છે. એટલે જ ગૃહમંત્રાલયનો નિયમ તોડવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અમે તમને જણાવીએ છીએ કે આ મામલે કોઈ નિયમ તૂટ્યો નથી.

2023માં કોઈને પણ ભારત રત્ન આપવામાં નહોતું આવ્યું. એટલે ૨૦૨૪માં ગયા વર્ષનો બેકલોગ ક્લિયર કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ગયા વર્ષે કોઈને સન્માન નહોતું આપવામાં આવ્યું. એટલે ૨૦૨૩નું સન્માન આ વર્ષે આપવામાં આવ્યું છે. હવે તમને સવાલ થશે કે બંને વર્ષના થઈને છ હસ્તીની પસંદગી થાય અને અત્યાર સુધીમાં પાંચ હસ્તીઓને ભારતરત્ન એવોર્ડ અપાયો છે ત્યારે આ છઠ્ઠી હસ્તી કોણ હશે?