March 18, 2025

IPL 2025નું શેડ્યૂલ થશે આજે જાહેર, જાણી લો સમય

IPL 2025: 22 માર્ચથી શરૂ થવાની છે અને ફાઇનલ મેચ 22 મેના રમાશે. ભારતીય ચાહકોની સાથે દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ લીગની રાહ જોતા હોય છે. આ ટુર્નામેન્ટ શરૂ થવાને હવે માત્ર 2 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. હજૂ સુધી IPL 2025 શેડ્યુલની જાહેરાત કરાઈ નથી.  આજે શેડ્યુલની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને તેના પુત્રનો વીડિયો થયો વાયરલ

આજ થશે IPL 2025ના શેડ્યૂલની જાહેરાત
IPL 2025 નું શેડ્યૂલ આજે સાંજે 5:30 વાગ્યે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. મોટા ભાગની ટીમોએ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. 8 ટીમોના કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે હજૂ 2 ટીમ એવી છે કે જેના કેપ્ટનની જાહેરાત કરાઈ નથી. આ બંને ટીમ KKR અને દિલ્હી કેપિટલ્સ છે. RCB રજત પાટીદારને ટીમની કમાન સોંપી છે. પંત પહેલીવાર લખનૌ સુપર જાયન્ટ્સની જવાબદારી સંભાળશે તો શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સની કમાન સંભાળશે.