આ 3 ટીમ 2008થી IPLમાં લઈ રહી છે ભાગ પરંતુ તેમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન હજુ સુધી પૂરું થયું નથી

IPL 2025: આઈપીએલ મેચ આવતીકાલે શરૂ થવાની છે. આ વખતે 18મી સિઝન છે. અત્યાર સુધીની સિઝનમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. ક્રિકેટની દુનિયાની સૌથી મોટી લીગ છે. 10 ટીમ એકબીજા સામે સ્પર્ધા કરતી જોવા મળશે. પરંતુ 3 ટીમ એવી છે કે જે 2008 થી આઈપીએલમાં ભાગ લઈ રહી છે. પરંતુ એક પણ વખત ખિતાબ જીતી શકી નથી. આવો જાણીએ આ ટીમ વિશે.
પંજાબ કિંગ્સ
પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબ કિંગ્સ ટીમ આજ દિવસ સુધી IPLનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. એક વખત જ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં કોલકાતાની સામે ટીમને હારવાનો વારો આવ્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ એક પણ વાર પ્લેઓફમાં પહોંચી શકી નથી. પંજાબે આ વખતે ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપી છે.
RCB
RCB ટીમ 2008 થી IPLની દરેક સિઝનમાં ભાગ લઈ રહી છે. ટીમમાં દર વખતે બેસ્ટ ખેલાડીઓને લેવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી RCB ટીમ IPLનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી. 3 વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો પરંતુ એમ છતાં ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. RCB ટીમ લીગ સ્ટેજમાં સારું પ્રદર્શન કરે છે. પરંતુ છેલ્લે દબાણના કારણે ટીમ તૂટી પડે છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લી 4 વખતથી એવું થઈ રહ્યું છે કે ટીમ પ્લેઓફમાં પ્રવેશી રહી છે. પરંતુ ખિતાબ જીતવામાં ટીમ સફળ રહી ના હતી.
આ પણ વાંચો: IPL 2025: પહેલી મેચમાં KKR vs RCBનો મુકાબલો, જાણો કોલકાતામાં હવામાન કેવું રહેશે
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ ટીમ પણ 2008 થી IPLનો ભાગ છે. પરંતુ ટીમ હજૂ પણ એક વાર ખિતાબ જીતવામાં સફળ રહી નથી. મહત્વની વાત તો એ છે કે ટીમમાં સારા ખેલાડીઓ હોવા છતાં ટીમ એક જ વાર ફાઈનલમાં પહોંચી છે. તે આજથી 5 વર્ષ પહેલા. જેમાં મુંબઈની ટીમ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આગામી સિઝનમાં અક્ષર પટેલને ટીમની કમાન સોંપવામાં આવી છે. ગુજરાતી કપ્તાન બનાવવામાં આવ્યો છે. હવે જોવું રહ્યું કે આ વખતે ટીમ ટાઈટલ જીતવામાં સફળ થાય છે કે નહીં.