જોફ્રા આર્ચરની જાડી ચેઇન જોઈને ચાહકો ચોંકી ગયા, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

Jofra Archer: ગઈકાલે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મેચ હતી. જેમાં કોલકાતાની ટીમે 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો ખરાબ રીતે પરાજય થયો હતો. તેણે માત્ર 2.3 ઓવરમાં 33 રન આપ્યા હતા. પરંતુ આ વચ્ચે તેની ચેઇન માટે ખૂબ ચર્ચા થઈ હતી. ઇંગ્લેન્ડના સ્ટાઇલિશ ક્રિકેટરોમાંના એક, આર્ચર ઘણીવાર જાડી સોનાની ચેન અને મોટી ઘડિયાળો પહેરેલા જોવા મળે છે. ફરી એક વાર તેણે જાડી સોનાની ચેઇનમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: SRH vs DC: હૈદરાબાદમાં બેટ્સમેનનો રહેશે દબદબો કે બોલર્સ છવાશે? જાણો પિચ રિપોર્ટ
આઠ વિકેટથી જીત પ્રાપ્ત કરી
બોલિંગ કરતાં તેની ચેઇન વધુ ચર્ચાઅજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમે આઠ વિકેટથી જીત પ્રાપ્ત કરી લીધી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. તેની નબળી બોલિંગની ચર્ચા કરતા તેણે પહેરેલી ચેઇનની ચર્ચા વધારે થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ચેઇનની કિંમત 125000 પાઉન્ડ છે. ભારતીય કિંમત 1.5 કરોડ રૂપિયા છે.