September 18, 2024

આ iPhone નથી પણ લગ્નની કંકોત્રી છે, ડિઝાઈન જોઈ તમે પણ દંગ રહી જશો

Unique Wedding Cards: આજના સમયમાં લોકોને વેડિંગ દરેક લોકોથી અલગ કરવા હોય છે. જે કોઈએ કર્યું ના હોય તે કરવાનો શોખ કહો તો શોખ અને તમે તેને ટ્રેન્ડ પણ કહી શકો છો. ત્યારે વિશાખાપટ્ટનમમાં એક કપલે આઇફોન થીમ આધારિત અનોખું વેડિંગ ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. જેનો વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. આવો જાણીએ કે આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડમાં એવું તો શું ખાસ છે.

આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડમાં શું છે ખાસ
પહેલી નજરમાં તમે જોશો તો તમને આઇફોન લાગશે. પરંતુ તે આઇફોન નહીં પણ આ લગ્નનું આમંત્રણ છે. કપલનો ફોટો ફોનના વૉલપેપરની જેમ કવર પેજ પર ‘બેકગ્રાઉન્ડ’ તરીકે બતાવવામાં આવ્યો છે. ફોટાની ઉપર, લગ્નના સમય અને તારીખની વિગતો આપવામાં આવી છે. આમંત્રણની અંદરના એક પેજમાં વોટ્સએપ ચેટ બેકગ્રાઉન્ડ છે જે સ્થળની વિગતથી લઈને તમામ માહિતી આપે છે. આમંત્રણના ‘બેક કવર’માં અદભૂત કેમેરા ડિઝાઇન છે, જે 3D જેવી અસરો સાથે પૂર્ણ છે.

આ પણ વાંચો: મૈં તો રસ્તે સે જા રહા થા…’સોનાની’ પાણીપૂરી ખા રહા થા!

વીડિયો થયો ખુબ વાયરલ
અત્યાર સુધીમાં આ વીડિયોને 15 મિલિયનથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડમાં યુનિક ડિઝાઈન છે જેના કારણે તે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ સાથે આ વાયરલ વીડિયોમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં કોઈએ આ લગ્નના કાર્ડની કિંમત વિશે પણ પૂછ્યું હતું. એક યુઝરે લખ્યું કે ખૂબ ખર્ચાળ લગ્ન કાર્ડ છે.