July 2, 2024

આઇફોન યુઝર્સને હવે મજા, વોટ્સએપ સ્ટેટસમાં આવ્યું આ ફીચર

Technology News: આજના સમયમાં તમામ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. જેના કારણે કંપની પણ યુઝર્સને પસંદ આવે તેવા ફીચર્સ સતત લાવી રહી છે. ત્યારે ફરી WhatsApp તેના યુઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. અત્યારે આ ફીચર  iPhone યુઝર્સને સ્ટેટસ સેક્શનમાં મળશે.

નવું ફીચર આવ્યું
ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને વીડિયો કોલિંગ બંને માટે આજના સમયમાં ઓનલી WhatsAppનો ઉપયોગ થાય છે. મોટા ભાગના કામના ડોક્યુમેન્ટ પણ આ એપ પરથી શેર થઈ રહ્યા છે. અંદાજે 2.4 અબજથી પણ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને WhatsApp સતત તેમના ચાહકો માટે નવા નવા ફીચર લાવી રહી છે. છેલ્લા 2 મહિનામાં ઘણા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે. વધુ એક નવું ફીચર પણ લાવી દીધું છે.

વીડિયો શેર કરી શકશે
કંપનીએ નવું ફીચર લોન્ચ કર્યું છે. જે iOS યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે અને આ નવું ફીચર સ્ટેટસ સેક્શન માટે હશે. જો તમારી તમારી પાસે પણ આઈફોન છે તો તમારે માટે આ ફીચર આવ્યું છે. હવે iPhone યુઝર્સને નવો અનુભવ મળશે. આઈફોન યુઝર્સ સ્ટેટસમાં 1 મિનિટ સુધીનો વીડિયો શેર કરી શકશે. iPhone યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા માત્ર 30 સેકન્ડનો વીડિયો શેર કરી શકતા હતા. હવે વીડિયો સ્ટેટસ પોસ્ટ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે iPhone યુઝર્સ હવે 1 મિનિટ સુધીનો વીડિયો શેર કરી શકશે.

આ પણ વાંચો: એપ્રિલમાં UPI ટ્રાન્ઝેક્શનમાં થયો 50 ટકા જેટલો ઘટાડો

ફીચર્સ વિશે આપી માહિતી
WhatsAppinfo વેબસાઈટ પર આ વિશે માહિતી આપવામાં આવી છે. Wabeta અનુસાર, iOS 24.10.10.74 માટે WhatsApp Betaમાં નવા ફીચર્સ વિશે માહિતી મળી છે. જો તમે અત્યારે આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તમને જણાવી દઈએ કે તમે Google Play Store પરથી WhatsAppના બીટા ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ સાથે તમને જણાવી દઈએ કે iPhoneમાં પણ પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશોટ બ્લોક કરવા જઈ રહી છે.