October 11, 2024

iPhone 16 ખરીદવા લોકોની પડાપડી, 21 કલાક લાઈનમાં ઉભા રહ્યા ગ્રાહકો

iPhone 16નું વેચાણ આજથી એટલે કે 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. છેલ્લા એક વર્ષથી લોકો આ ફોનની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ફોન બજારમાં આવી ગયો છે. લોકો iPhone 16 લેવા પડાપડી કરી રહ્યા છે. દિલ્હી અને મુંબઈના એપલ સ્ટોર્સ પર આઈફોન ખરીદવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે એક આઇફોનનો ચાહક છેલ્લા 21 કલાકથી iPhone 16 લેવા માટે લાઇનમાં રાહ જોઈ હતી.

લોકો કલાકો સુધી લાઈનમાં
iPhone 16 લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ વખતે પણ લોકોમાં નવા આઈફોનને લઈને ક્રેઝ જોવા મલી રહ્યો છે. એપલે આજથી ભારત સહિત વિશ્વના 58 દેશોમાં iPhone 16નું વેચાણ શરૂ કરી દીધું છે. ત્યારે iPhone 16નો એવો જબરો ફેન કે તેને ખરીદવા માટે તે 21 કલાક લાઈનમાં ઉભો રહ્યો હતો. આઈફોન 16ની ઝલક મેળવવા માટે દિલ્હીના સાકેત મોલમાં Appleના ફિઝિકલ સ્ટોર પર સવારથી જ લાંબી કતારો લાગી ગઈ છે.

iPhone 16 સિરીઝમાં નવું શું છે?

પ્રોસેસરઃ આ ફોનમાં પ્રોસેસર માટે Apple A18 ચિપસેટ આપવામાં આવી છે.

સોફ્ટવેરઃ આ ફોન iOS 18 પર આધારિત સોફ્ટવેર પર ચાલે છે.

અન્ય ફીચર્સઃ આ ફોનમાં એક્શન બટન એપલ ઈન્ટેલિજન્સ અને કેમેરા કંટ્રોલ બટન જેવા ઘણા ખાસ ફીચર્સ છે.

રેમઃ આ ફોન 8GB રેમ સાથે આવે છે.

ડિસ્પ્લે: iPhone 16 Plus માં, કંપનીએ 6.7 ઇંચ Super Retina XDR ડિસ્પ્લે, Dynamic Island, True Tone, P3 Wide Colour અને 2000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપી છે.

સ્ટોરેજઃ આ ફોન 12GB RAM, 256GB RAM અને 512GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

બેક કેમેરાઃ આ ફોનની પાછળ 48MP પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે Shift OIS સાથે આવે છે. આ સિવાય આ ફોનમાં 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે.

બેટરી અને ઝડપી ચાર્જિંગઃ આ ફોનમાં Li-ion, MagSafe, Qi2, Qi વાયરલેસ ચાર્જિંગ અને USB Type-C વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે.

કલર્સઃ કંપનીએ આ ફોનને કુલ 5 રંગોમાં લોન્ચ કર્યો છે – બ્લેક, વ્હાઇટ, પિંક અને અલ્ટ્રામરીન કલર્સ.

ફ્રન્ટ કેમેરાઃ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ આ ફોનમાં 12MPનો ફ્રન્ટ કેમેરો પણ આપ્યો છે.

કિંમત અને વેચાણ
આ ફોનની કિંમત લગભગ 89,900 રૂપિયા છે.