સાદા પરાઠાની જગ્યાએ ટ્રાય કરો સિંધી કોકી
આપણા બધાના ઘરે નાસ્તામાં ચા સાથે પરાઠા હોય છે, પરંતુ એક સમયે ચા ટાઈમમાં કંઈક નવું ખાવાની ઈચ્છા તો બધાને થતી હોય છે. તો આજે અમે તમારા માટે સિંધી કોકી લઈને આવ્યા છે. જે તમને હેલ્દીની સાથે સાથે ટેસ્ટી પણ લાગશે. આ કોકી બનાવવાની રીત એકદમ સરળ અને પરાઠા જેવી જ છે. જે તમે ઓછા ટાઈમમાં ગરમા ગરમ ખાઈ શકશો.
- સામગ્રી
– 1 કપ ઘઉંનો લોટ
– 1/4 ચમચી કાળા મરીનો પાવડર
– 1/4 ચમચી જીરું
– 1 લીલું મરચું
– 2 ચમચી લીલા ધાણા
– સ્વાદ મુજબ મીઠું
– જરૂરિયાત મુજબ રિફાઈન્ડ તેલ - રીત
– સૌ પ્રથમ એક વાસણમાં લોટ, કાળા મરીનો પાવડર, લીલું મરચું, જીરું, લીલા ધાણા અને મીઠું મિક્સ કરો.
– તેમાં 2-3 ચમચી તેલ ઉમેરો અને મિક્સ કરો.
– હવે થોડું-થોડું પાણી ઉમેરીને સખત લોટ બાંધો.
– પેનને મધ્યમ તાપ પર રાખો.
– હવે લોટને ટિક્કીનો આકાર આપો અને તેને ગરમ તવા પર મૂકો.
– એક બાજુ સેકાઈ જાય એટલે તને પલટીને બીજી તરફ રાખો
– રાંધેલી ટિક્કીને તવામાંથી કાઢી લો અને તેને રોટલી જેવા શેપમાં ફેરવો.
– તેને તવા પર મૂકીને બંને બાજુ તેલ લગાવો અને ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરો.
– તૈયાર છે સિંધી કોકી
– આ કોકીને અથાણાં કે ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.