February 10, 2025

કોલ્ડ પ્લે ના કોન્સર્ટને લઈને અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ત્રણ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

Indian Railways: રેલ પ્રસાસન દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડ ને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) અને અમદાવાદ-દાદર (મધ્ય રેલ્વે) ની વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિસ્ટાડોમ એસી કોચ હશે
ટ્રેન નંબર 09009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે. બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં અનુભૂતિ ક્લાસ, એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને વિસ્ટાડોમ એસી કોચ હશે.

લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે
ટ્રેન નંબર 01155 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01156 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-I ટાયર, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કેટેગરીના કોચ રહેશે.

આ પણ વાંચો: U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માંથી 3 ટીમ બહાર, 2 મેચ થશે ચિત્ર સ્પષ્ટ

ટાયર કેટેગરીના કોચ રહેશે
ટ્રેન નંબર 01157 દાદર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ દાદર (સેન્ટ્રલ) થી 00:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 01158 – અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે. અને તે જ દિવસે 12:55 વાગ્યે દાદર પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં AC-I ટાયર, AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ રહેશે. ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ 23 જાન્યુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.