October 13, 2024

Keralaમાં ચોમાસાની પધરામણી, Gujaratમાં આ તારીખે પધારશે મેઘરાજા!

Monsoon 2024 Update: ખેડૂતોને લઈ ખુશખબર સામે આવી છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલ કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ચોમાસાની એન્ટ્રી અંદાજા પ્રમાણે બે દિવસ વહેલા થઈ ગઈ છે.

કેરળમાં ચોમાસાની એન્ટ્રી
દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં ચોમાસાનું આગમન થતા આજૂબાજુના રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 2 દિવસ અગાઉ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આજના દિવસે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Monsoon 2024: ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની પધરામણી

કેરળમાં ભારે વરસાદ
હવામાન વિભાગના ડેટાની માહિતી પ્રમાણે હાલ કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જે પ્રમાણે કહી શકાય કે મે મહિનામાં વરસાદનું આગમન થઈ ગયું છે. કેરળમાં અત્યાર સુધીના અંદાજા પ્રમાણે મોટા ભાગે 1 જૂનના વરસાદની પધરામણી થતી હોય છે. પરંતુ આ વખતે 2 દિવસ પહેલા મેઘરાજા આવી પહોંચ્યા છે. અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં તારીખ 5 જૂન સુધીમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ
દેશના દરેક વિસ્તારમાં હાલ ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીના કારણે કંટાળી ગયા છે. ભારે ગરમીના કારણે લોકોમાં બિમાર પણ પડી રહ્યા છે. ગરમીથી કંટાળીને લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ ગરમીથી તમને જલ્દી રાહત મળી શકે છે. કારણ કે ચોમાસાનું આગમન કેરળમાં થઈ ગયું છે. જેના કારણે થોડા જ દિવસોમાં અંદાજે 15 જૂનની આસપાસ ગુજરાતમાં મેઘરાજા આવી જશે.