October 11, 2024

IND vs ZIM: છેલ્લી ત્રણ T20 મેચ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર

India vs Zimbabwe T20I: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ એક મેચમાં જીત મેળવી છે. આવતીકાલે 3જી મેચ છે. પહેલી મેચ દરમિયાન ઝિમ્બાબ્વેએ તમામને ચોંકાવી દીધા હતા. તો બીજી બાજૂ 2જી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત થઈ છે. હવે બંને ટીમ બરાબરી પર છે. હવે ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખેલાડીઓને બહાર કરવામાં આવી રહ્યા છે. બે ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પણ નથી મળ્યું અને તેઓ ઝિમ્બાબ્વેની મુલાકાત બાદ જ પરત ફરશે.

ખેલાડીઓને આવવામાં વિલંબ
ઝિમ્બાબ્વે શ્રેણી માટે BCCI દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે. બાર્બાડોસમાં ખરાબ હવામાનને કારણે ખેલાડીઓને આવવામાં વિલંબ થયો હતો. જેના કારણે પહેલી મેચ માટે બીજા 3 ખેલાડીઓને મોકલવામાં આવ્યા હતા. જેમાં જીતેશ શર્મા, સાંઈ સુદર્શન અને હર્ષિત રાણાના નામ સામેલ હતા. સાઈ સુદર્શનને મેચ રમવાની તક મળી પરંતુ તે બેટિંગ કરવા આવી શક્યો ના હતો. હર્ષિત અને જીતેશને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પણ મેળવી શક્યા ન હતા. હવે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે, સંજુ સેમસન ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. જિતેશ, હર્ષિત અને સાંઈ સુદર્શન હવે રમતા જોવા મળશે નહીં.

આ પણ વાંચો: રોહિત, વિરાટ અને બુમરાહ સામેની વનડે ન રમે તેવી શક્યતા; કોણ બનશે સુકાની?

ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ ટી-20 મેચો માટેની ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટમેન), શિવમ દુબે, રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.