October 4, 2024

IND vs SL: રિષભ પંત કે સંજુ સેમસન? ગૌતમની ‘ગંભીર’ સમસ્યા

IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળી ગયો છે. શ્રીલંકા પ્રવાસથી તે પોતાના કોચ તરીકેની કામની શરૂઆત કરશે. આ પહેલા ગંભીરને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પ્લેઇંગ-11માં રિષભ પંત કે સંજુ સેમસન વચ્ચે પસંદગી કરવાની સમસ્યા છે.  ગૌતમ ગંભીર માટે આ એક પડકાર હશે.

પંત અને સેમસન ગંભીર માટે પડકાર
ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને બાદ કરતાં ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના મોટાભાગના ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસ પર આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં પંત અને સેમસન વચ્ચે પસંદગી કરવી સરળ નહીં હોય. કારણ કે તે બંને વિકેટકીપર બેટ્સમેન છે. જેના કારણે પ્લેઇંગ-11માં રિષભ પંત કે સંજુ સેમસન વચ્ચે કોની પસંદગી કરવી તે ગંભીર માટે મોટી સમસ્યા છે.

જગ્યા કોણ ભરશે?
ભારતીય બેટિંગ ક્રમમાં બે જગ્યાઓ ખાલી હોવા છતાં બેટ્સમેન તરીકે બેમાંથી કોઈને પણ મેદાનમાં ઉતારવું આસાન નહીં હોય. ગંભીર આ વિશે નિર્ણય લેવો ખુબ અધરો હોય શકે છે. પંતે ટી20 વર્લ્ડ કપમાં 171 રન બનાવ્યા હતા જ્યારે સેમસનને ટીમનો ભાગ હોવા છતાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ગંભીરના કોચ બન્યા બાદ તેની આ પહેલી શ્રેણી છે. જેના કારણે ગંભીરની ભારત અને શ્રીલંકા વચ્ચેની આ શ્રેણી ખુબ જ મહત્વની છે. આ શ્રેણીના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે.

આ પણ વાંચો: IPL 2025: BCCI અને IPL માલિકોની 31 જુલાઈએ બેઠક

ગંભીરની વાત ચાલશે
જ્યારે પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ટીમની બહાર હતો ત્યારે સેમસન,ઈશાન કિશન, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલને વિકેટકીપર બેટ્સમેન તરીકે અજમાવવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે પ્લેઇંગ-11માં રિષભ પંત કે સંજુ સેમસન વચ્ચે કોની પસંદગી કરશે.