October 16, 2024

IND vs SL: શું બીજી ODIમાં વરસાદ પડશે? જાણો કેવી હશે આ મેચની પિચ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીની પહેલી મેચ શુક્રવારે રમાઈ હતી. પરંતુ પ્રથમ મેચ ટાઈમાં સમાપ્ત થઈ ગઈ હતી. જેના કારણે આજની મેચ બંને ટીમ જીતવા માટે તમામ ખેલાડીઓ પ્રયત્ન ચોક્કસ કરશે. માનવામાં આવી રહ્યું છે કે બીજી મેચમાં પિચ ધીમી રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બીજી મેચમાં પિચ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે.

પીચ રિપોર્ટ
ભારત અને શ્રીલંકા વચ્ચે 4 ઓગસ્ટે પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેદાનની વાત કરવામાં આવે તો સ્પિનરોનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું છે. પ્રથમ વનડેમાં શ્રીલંકાના સ્પિનરોએ 10માંથી 9 વિકેટ લીધી હતી. ભારતીય સ્પિનરોએ 8માંથી 4 વિકેટ લીધી હતી. આજની મેચમાં કોણ જીતશે અને કોને હાર મળશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. પરંતુ હવામાન આ મેચને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ કે હવામાન કેવું રહેશે?

આ પણ વાંચો: IND vs SL: ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી કેમ પહેરી?

હવામાન કેવું રહેશે?
Accuweatherમાં આપેલી માહિતી પ્રમાણે આજના દિવસે વરસાદની સંભાવના 73% છે. સાંજ સમયે વરસાદની સંભાવનાઓ 70% છે. પહેલી મેચમાં વરસાદ પડ્યો ના હતો. જેના કારણે સારી રીતે મેચ પુર્ણ થઈ હતી. ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે આજના દિવસે વરસાદ પડે નહીં અને મેચ સારી રીતે પુર્ણ થાય. હવે જોવાનું રહ્યું કે વરસાદ આવીને મેચની મજા બગાડે છે કે નહીં.

ODI શ્રેણી માટે બંને ટીમોની ટીમ

ભારત: રુષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, રેયાન પરાગ, હર્ષિત રાણા.

શ્રીલંકા: સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા (કેપ્ટન), ઝેનિથ લિયાનાગે, પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), ડ્યુનિથ વેલાગે, વાનિન્દુ હસરાંગા, મહિષ થેક્ષાના, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ, ચમિકા અક્કી, મેનેજિન, મેનેજિન, અસિથા. , નિશાન મદુષ્કા , ઈશાન મલિંગા.