December 3, 2024

Hardik Pandya આ શ્રેણીમાંથી બહાર રહી શકે છે

Hardik Pandya News: ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયાનું આગામી મિશન શ્રીલંકાનો પ્રવાસ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચ અને ત્યારબાદ ત્રણ ODI મેચ રમાવાની છે. તેનું શિડ્યુલ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. હવે ટીમના ખેલાડીઓની જાહેરાત કરવાનો વારો છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ સમયમાં ટીમની જાહેરાત કરી દેવામાં આવશે. આ વચ્ચે એક સમાચાર ખુબ વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા આ સિરીઝનો ભાગ નહીં બની શકે. જોકે મહત્વની વાત એ છે કે બીસીસીઆઈ અને હાર્દિક પંડ્યાએ પોતે આ અંગે કંઈ કહ્યું નથી.

બહાર રહી શકે છે
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાવાની છે. આ પછી ઓગસ્ટમાં ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. હાલમાં જ જે સમાચાર સામે આવ્યા છે તેમાં ખુલાસો થયો છે કે બીસીસીઆઈ દ્વારા આજે સાંજ સુધીમાં આ માટેની ટીમની જાહેરાત થઈ શકે છે. T20 માટે ભારતીય ટીમની કેપ્ટનશીપનો એકમાત્ર દાવેદાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા જ T20 માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ માટે લાયક છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપના વીરનું વતનમાં ‘હાર્દિક’ સ્વાગત, રોડ-શોમાં લાખો લોકો જોડાયાં

આ ખેલાડીઓ નહીં મળે જોવા
હાર્દિક પંડ્યા ટી-20 અને કેએલ રાહુલ વનડે સિરીઝ માટે કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહે પહેલાથી જ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. એટલે કે ચાર મોટા ખેલાડીઓ વનડે શ્રેણીમાં નહીં રમે. ભારતના મોટા અને સ્ટાર ખેલાડીઓ વાપસી કરતા જોવા મળી શકે છે. હાલ તો ક્યા ખેલાડીઓ રમશે અને કોને આરામ આપવામાં આવશે તેના પર તમામની નજર છે.