December 6, 2024

IND vs SA: બીજી T20 પહેલા જાણો પીચ વિશે સંપૂર્ણ માહિતી

IND vs SA: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચની T20 સિરીઝની કરી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 61 રને જીત થઈ હતી. હવે આ સિરીઝની બીજી મેચ 9 નવેમ્બરે ગાકેબર્હાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચને પણ જીતવા માટે પ્રયત્ન કરશે. ગાકેબરહાના આ મેદાનની પીચ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે.

પીચ કેવી રહેશે
દક્ષિણ આફ્રિકાના ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાનારી આ T20 સિરીઝની બીજી મેચની વાત કરવામાં આવે તો અહિંયા માત્ર 4 T20 ઈન્ટરનેશનલ મેચ રમાણી છે. જેમાં પહેલી મેચ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેદાનમાં ચારેય મેચમાં બેટિંગ કરનાર ટીમે બે વખત જીત મેળવી છે અને બોલિંગ કરનાર ટીમ પણ 2 વખત જીત પ્રાપ્ત કરી છે. જેના કારણે પરિણામ બરાબર છે. જેમ રમત આગળ વધે તેમ સ્પિનરો પણ પીચમાંથી થોડી મદદ મળવાની અપેક્ષા રાખી શકે છે. બેટ્સમેન માટે અહિંયા રન બનાવવા સરળ નહીં હોય.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

આ મેદાનમાં ટીમ ઈન્ડિયાની હાર
આ મેદાન પર ટીમ ઈન્ડિયા એક મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. જેમાં તેણે 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સમયે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા તેણે 19.3 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા.