March 18, 2025

IND vs ENG વચ્ચે આજે બીજી વનડે, શું વરસાદ મજા બગાડશે?

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની બીજી મેચ આજે 1.30 કલાકે રમાશે. બારાબતી સ્ટેડિયમ, કટક ખાતે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આવો જાણીએ કે આજના દિવસે કટકમાં હવામાન કેવું રહેશે.

આ પણ વાંચો: ટ્રાફિકનો નિયમ તોડે જનતા અને કરોડપતિ બને ટ્રાફિક પોલીસ, આંકડા જોશો તો ચોંકી જશો!

શું વરસાદ આજના દિવસે પડશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાવાની છે. ક્રિકેટ ચાહકો માટે આજે સારા સમાચાર છે. વરસાદની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જેના કારણે ક્રિકેટ ચાહકોના ઉત્સાહમાં કોઈ ભંગ નહીં પડે. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તાપમાન 31 ડિગ્રી રહી શકે છે. સાંજના સમયે 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.