November 5, 2024

IND vs BAN મેચમાં કેવી રહેશે પીચ? જાણો કેવું રહેશે વાતાવરણ

IND vs BAN Pitch Report: ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ 2 મેચ જીતીને T20I સિરીઝમાં જીત મેળવી છે. હવે આગામી મેચમાં જીત માટે તૈયારીઓ કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20I મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લેઈંગ ઈલેવનમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. જેમાં જીતેશ શર્મા, તિલક વર્મા અને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવી શકે છે. ત્યારે આવો જાણીએ કે પીચ રિપોર્ટ.

IND vs BAN 3જી T20I માટે હૈદરાબાદ પિચ રિપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે સારી ગણવામાં આવે છે. હૈદરાબાદમાં અત્યાર સુધી રમાયેલી 2 T20I મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમો મોટા લક્ષ્યોનો પીછો કરતી વખતે જીતવામાં સફળ રહી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદમાં ટોસની ભૂમિકા મહત્વની છે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

હૈદરાબાદમાં આવું રહેશે વાતાવરણ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ભારત-બાંગ્લાદેશ ત્રીજી T20 દરમિયાન હૈદરાબાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનની વાત કરવામાં આવે તો 23 ડિગ્રીથી 26 ડિગ્રી વચ્ચે રહી શકે છે. વરસાદની સંભાવના 23 ટકા જોવા મળી રહી છે. વરસાદની કોઈ સંભાવનાઓ જોવા મળી રહી નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહેવાની શક્યતા છે.

IND vs BAN 3જી T20I ની સંભવિત પ્લેઇંગ XI

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
તૌહીદ હૃદયોય, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, મહેદી હસન, રિશાદ હુસૈન, પરવેઝ હુસૈન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, તન્ઝીમ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.