December 14, 2024

IND vs AUS: ગાબા ટેસ્ટ મેચનો સમય બદલાયો, આ સમયે થશે મેચ શરુ

IND vs AUS Gabba Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ આજના દિવસે ગાબા સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. પરંતુ વરસાદના કારણે મેચ રમાઈ શકી ના હતી. રોહિત શર્માએ વાતાવરણને ધ્યાનમાં રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પરંતુ પહેલા સેશનમાં 13.2 ઓવર બોલિંગ કર્યા બાદ શરૂ થયેલા ભારે વરસાદને કારણે રમત ફરી શરૂ કરી શકાય તેવી સ્થિતિ ના હતી. વાતાવરણને ધ્યાનમાં રાખીને આગામી મેચના ટાઈમ ટેબલના સમયમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો: શું રોહિત શર્મા છે ભારતનો સૌથી ખરાબ ટેસ્ટ કેપ્ટન?

બીસીસીઆઈએ ટ્વીટ કરીને આપી માહિતી
ગાબા ટેસ્ટ મેચમાં પહેલાથી જ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે પ્રથમ સેશનમાં વરસાદને કારણે મેચને રોકવી પડી હતી. ગાબા ટેસ્ટ મેચના છેલ્લા ચાર દિવસમાં કુલ 98 ઓવર નાંખવામાં આવશે. તેની સાથે મેચ અડધો કલાક પહેલા શરૂ કરી દેવામાં આવશે. આ વિશેની માહિતી બીસીસીઆઈએ ટ્વીટ કરીને આપી છે. આગામી ચાર દિવસ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 5:20 વાગ્યે શરૂ કરાશે. જે પહેલા 5:50 વાગ્યે સવારે શરૂ થવાની હતી.