September 29, 2024

તમારા આહારમાં ખાંડને બદલે આ વસ્તુઓનો સમાવેશ કરો

Sugar: આજના સમયમાં લોકો ખાંડ વધારે ખાઈ રહ્યા છે. જેના કારણે મોટા ભાગના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ જ રહે છે. વધારે ખાંડ ખાતા હોવ તો તે ખાવાની ઓછી કરીને તમે બીજો ઓપ્શન શોધી લો. જેનાથી તમારું મન પણ રહી જાઈ અને તમને તેનાથી કોઈ નુકસાની પણ ના થાય. અમે તમારા માટે ખાંડની જગ્યાએ બીજા ઓપ્શન લઈને આવ્યા છીએ જે તમે ખાઈ શકો છો.

આ વસ્તુઓનું સેવન કરી શકો છો

ખજૂર
ખજૂર પોષક તત્વોનો ભંડાર હોય છે. ખજૂરમાં તમને આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ મળી રહે છે. ખાંડની જગ્યાએ તમે ખજૂર ખાઈ શકો છો. એનિમિયાથી પીડિત લોકો માટે આયર્નથી ભરપૂર ખજૂર ફાયદાકારક માનવમાં આવે છે.

દેશી ગોળ
દેશી ગોળમાં કેટલાક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે ખાંડ કરતા સારા હોય છે. દેશી ગોળ ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ ઘટાડે છે. એમ છતાં તમારે ગોળનું સેવન ઓછું જ રાખવું જોઈએ.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

અંજીર
અંજીરમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી વજન તો ઘટે છે પરંતુ તેની સાથે પાચનક્રિયામાં પણ સુધારો આવે છે. અંજીરને ખાવાથી બ્લડ સુગર લેવલ પણ સુધરે છે. જેના કારણે તમે ખાવામાં ખાંડની જગ્યાએ અંજીરનું સેવન કરી શકો છો.

(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો)