તમે IRCTC પર એકાઉન્ટ બનાવવા માંગો છો તો કરો આ કામ
અમદાવાદ: ભારતીય રેલ્વે પોતાના મુસાફરો માટે સુવિધાઓ લાવતું રહે છે. જેમાં ટ્રેનની ટિકિટથી લઈને ભોજન સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેના કારણે મોટા ભાગના મુસાફરોને મુસાફરીને પહેલી ચોઈસ ટ્રેન છે. આ તમામ સુવિધાઓ IRCTC પરથી જાણી શકો છો અને સુવિધા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ IRCTC કેવી રીતે બને છે એકાઉન્ટ શું તમને ખબર છે? આવો જાણીએ.
આ રીતે બનાવો તમારું એકાઉન્ટ
2018માં IRCTCએ Rail Connect એપ રજૂ કરી હતી. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલા IRCTCની ઓફિશિયલ વેબસાઈટ irctc.co.in પર જાઓ. ત્યારબાદ તમારી બધી જરૂરી માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ તમારે લોગિન વિકલ્પ પર જવાનું રહેશે. જાઓ અને ‘IRCTC સાઇન અપ’ લિંક પર ક્લિક કરવાની રહેશે. આ કરતાની સાથે જ તમને IRCTC રજીસ્ટ્રેશન ફોર્મ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમારે 3 થી 35 અક્ષરોની વચ્ચે તમારું નામ અને વપરાશકર્તા નામ દાખલ કરવાનું રહેશે. તમામ માહિતી ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. લાસ્ટમાં તમારે એકાઉન્ટ ચકાસીને ‘સબમિટ’ કરવાનું રહેશે.
ફોન પર એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું
વેબ પર IRCTC એકાઉન્ટ ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તમારા મોબાઇલ પર IRCTC રેલ કનેક્ટ એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો. તેના ઉપરના જમણા ખૂણે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા IRCTC એકાઉન્ટ ઓળખપત્રો દાખલ કરો. આ પછી, OTP દાખલ કરીને વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે પિન સેટ કરવાનો રહેશે. આ પિન સેટ કર્યા બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.