December 3, 2024

ICC Champions Trophy માટે ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન! તો હવે કેવી રીતે થશે આયોજન

ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઘણા સમયથી એ સવાલ થઈ રહ્યો હતો કે ટીમ ઈન્ડિયા ICC Champions Trophy 2025ને લઈને પાકિસ્તાન જશે કે નહીં. એક ચર્ચા પ્રમાણે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે નહીં. તો હવે એ સવાલ થઈ રહ્યો છે કે કેવી રીતે થશે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે.

શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી
એક માહિતી પ્રમાણે બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા માટે નહીં જાય. બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તે આઈસીસી પર નિર્ભર રહેશે કે તે યજમાન દેશને જાણ કરશે. સામાન્ય રીતે ટૂર્નામેન્ટની શરૂઆતના 100 દિવસ પહેલા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવે છે. હવે ટીમ ઈન્ડિયાએ મેચ રમવા જવાની ના પાડી દીધી છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ‘હાઈબ્રિડ મોડલ’માં યોજવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ‘હાઈબ્રિડ મોડલ’માં યોજવા સિવાય બીજો કોઈ ઓપશન નથી. ટીમ ઈન્ડિયા હવે પાકિસ્તાન જશે નહીં. જેના કારણે આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાશે.બીજી બાજૂ ICC પણ ભારતને પાકિસ્તાન જવા માટે દબાણ કરી શકે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.