November 2, 2024

સવારના નાસ્તામાં મગદાળની સ્પ્રાઉટ્સ ચાટ ટ્રાય કરો

શિયાળાનો સમય વજન ઘટાડવાનો બેસ્ટ ટાઈમ ગણાય છે. આ સમયમાં લોકો સવાર અને સાંજના નાસ્તામાં દલીયા, ઓટ્સ અને સ્પ્રાઉટ્સ ખાતા થઈ જાય છે. જો તમે પણ તમારા નાસ્તામાં સ્પ્રાઉટ્સનો ખાતા હો તો તમારા માટે તેની એક અલગ વાનગી લઈને અમે આવી ગયા છીએ. દરરોજ એકના એક સ્પ્રાઉટ્સની જગ્યાએ આજે અમે તમને સ્પ્રાઉટ્સની ચાટ બનાવતા શિખવાશું. આ ચાટ મગદાળનો ઉપયોગ કરવામાં આવશે. જેથી તે ટેસ્ટીની સાથે પોષકતત્વોથી ભરપૂર બનશે.

  • સામગ્રી
    2 નાની વાટકી મગની દાળ
    1/2 વાટકી સ્વીટ કોર્ન
    1 બટેટા (બાફેલું)
    1 ડુંગળી (ઝીણી સમારેલી)
    2 લીલા મરચા (બારીક સમારેલા)
    1 ચમચી લીંબુનો રસ
    1/2 ચમચી લાલ મરચું પાવડર
    1 ચમચી કાળું મીઠું
  • રીત
    – સૌ પ્રથમ મગની દાળને સારી રીતે ધોઈ લો
    – હવે તેને એક બાઉલમાં આખી રાત પલાળામાં રાખો મુકો.
    –  હવે એક બાઉલમાં ફણગાવેલી દાળ, સ્વીટ કોર્ન, બટેટાના ટુકડા અને ડુંગળી મિક્સ કરો.
    – લીલું મરચું, લાલ મરચું પાવડર, લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરો.
    – મગ દાળની સ્પ્રાઉટ્સ ચાટ તૈયાર છે.

માણસના શરીર માટે સ્વાદ અને સેહત બંને જરૂરી છે. અમે તમારા માટે દરરોજ નવી નવી વાનગીઓ લાવતા રહીશું. જેને તમે તમારી રેગ્યુલર વાનગીની સાથે ઉમેરી શકો છો.